મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 29/01/2026 ના રોજ વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં ઘુંટું - 1 સબસ્ટેશનમાંથી નીકળતા ઘૂંટુ JGY તથા માંડલ ખેતીવાડી ફીડર સવારે 10 થી બપોરે 3 સુધી બંધ રહેશે. લખધીરપુર સબસ્ટેશનમાંથી નીકળતા ઓમેન ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 9 થી સાંજે 6 સુધી બંધ રહેશે. તેથી આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.