મોરબી : મોરબી શહેર પેટા વિભાગ-૦૨માં ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારોમાં આગામી રવિવાર, ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ મેઇન્ટેનન્સ કામગીરીના કારણે વીજ પુરવઠો સવારે ૦૭:૩૦ થી બપોરે ૧૪:૦૦ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન તેમજ આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. તેમ યાદીમાં જણાવાયુ છે.