મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 24/06/2026 બુધવારના રોજ 66 કેવી ભરતનગર સબ સ્ટેશનમાં મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ આ સબ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વીજકાપ રહેશે. જેથી 66 કેવી ભરતનગર સબ સ્ટેશન હેઠળ આવતા હરિપરજેજીવાય, ટીંબડી જેજીવાય,સનોરા ઇન્ડ,અશ્વમેઘ ઇન્ડ, મહેન્દ્રનગર જેજીવાય, એવન ઇન્ડ,જિલોમ ઇન્ડ, ઓએસીસ ઇન્ડ તથા ભરત નગર એજી ફીડરોમાં સવારે 6 થી સાંજના 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ઉપર મુજબના ફીડરમાં આવતા ગામો જેવા કે મહેન્દ્રનગર, લક્ષ્મીનગર, ભરત નગર, જુના સાદુળકા, નવાસાદુળકા તેમજ રોડ ઉપર આવતા બંને બાજુના કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ રહેણાક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.