મોરબી: જેતપુર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે, તારીખ ૨૦/૦૯/૨૦૨૫ ને શનિવારના રોજ GETCO ના મેઇન્ટનન્સની કામગીરીના કારણે વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં ૬૬ કેવી બેલા સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફિડરોમાં સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. આ કામગીરીને કારણે બેલા સબ સ્ટેશન હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (એચ.ટી.) વીજ પુરવઠો બંધ રહેવા અંગે નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.