મોરબી : જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ કાલે તારીખ 11/02/2026 ના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે 66 કેવી બેલા સબ સ્ટેશન અને 66 કેવી ગાળા સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો સવારે 7:00 થી 3:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય, રહેણાક, ખેતીવાડી તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.