મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 14/06/2025 શનિવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે એવન IND ફીડર સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.