વાંકાનેર : વાંકાનેરમાં વીજતંત્રને અગત્યનું મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી ૧૧ કે.વી.ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ પૂર્ણ થતા જ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે. વાંકાનેરમાં ૬૬ કે.વી.પનેલી,રાતાવીરડા-૧,રાતાવીરડા-૨,માટેલ-૧,માટેલ-૨,રાજગઢ સબસ્ટેશન તથા ૬૬ કે.વી DIYAN,SPENTO(EHV Consumer)ના વિસ્તારોમાં આગામી તા.23ને બુધવારના રોજ તથા ૬૬ કેવી ઢુવા સબસ્ટેશન તથા ૬૬ કે.વી MAKSON,JET (EHV Consumer)ના વિસ્તારોમાં તા.2/3ને બુધવારના રોજ સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સબસ્ટેશનમાં મેન્ટેનન્સનું કામ વહેલું પૂરું થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેમ કાર્યપાલક ઇજનેર, પ્રવહન વિભાગની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..