મોરબી : મોરબી જિલ્લાના અમુક સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. તા. 22ને સોમવારે 66 કેવી બેલામાંથી નીકળતુ 11 કેવી એક્જોટીકા ફિડર અને 66 કેવી ભરતનગરમાંથી નીકળતુ 11 કેવી અમ્રુત ફિડરમાંથી સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી, 66 કેવી બેલામાંથી નીકળતુ 11 કેવી રેન્જ ફિડર તા. 24ને બુધવારે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી તેમજ 66 કેવી રંગપર અને 66 કેવી નીચી માંડલ ખાતે સવારે 8થી સાંજે 6 કલાક સુધી વિજ પુરવઠો બંધ રહેશે. તેમ કાર્યપાલક ઇજનેર (પ્રવહન), વિભાગીય કચેરી, મોરબીની નોટિસમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..