મોરબી : આવતીકાલે તારીખ 26 જુલાઈ ને બુધવારના રોજ મેન્ટેનન્સની કામગીરીના કારણે પીજીવીસીએલ મોરબી દ્વારા વાવડી રોડ અને કાલિકા પ્લોટ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી વાવડી રોડ ફીડર સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે આ ફીડરમાં આવતા વાવડી રોડ પરના વિસ્તારો જેવા કે ક્રિષ્ના પાર્ક, રાધા પાર્ક, ગાયત્રી નગર 1 થી 3, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, માધાપર, વગેરે વિસ્તારમાં તથા આસપાસના વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે આ ઉપરાંત શહેર પેટાવિભાગ આવતી કાલ તારીખ 26 જુલાઈ ને બુધવારના રોજ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી કાલિકા પ્લોટ ફીડર સવારે 7-30 વાગ્યા થી બપોરના 2-30 વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે બંધ રહેશે. જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટિંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન 12,13,14,15, વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે જેવા વિસ્તારમાં વીજ કાપ રહેશે.