મોરબી : આવતીકાલે તા.7ને બુધવારના રોજ નવી લાઈન ઉભી કરવાની અને મેન્ટેનન્સની કામગીરી કરવાની હોય પીજીવીસીએલના મોરબી શહેર પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી જેલ રોડ ફીડર સવારે ૦૮:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમાં આવતા વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચાવાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી સબ જેલ, વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.