સવારે 08:30 થી બપોરે 04:30 વાગ્યા સુધી રાજનગર, મુનનગર અને લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશેમોરબી અપડેટ: મોરબી PGVCL ના શહેર-3 પેટા વિભાગ હેઠળ આવતા 11 KV રાજનગર ફીડરમાં મેન્ટેનન્સ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેને પગલે તારીખ 09/09/2026 ને બુધવારના રોજ સવારે 08:30 થી બપોરના 04:30 વાગ્યા સુધી આ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.આ સમયગાળા દરમિયાન રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આસપાસનો વિસ્તાર, લાતી પ્લોટ-3, 4, 5, 6 નો અમુક વિસ્તાર, મફતિયાપરા તેમજ ટેલીફોન એક્સચેન્જ સહિતના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #MorbiNews #ElectricityAlert #GujaratNews