મોરબી : મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાંઆવતીકાલે તા. 28-11-2024ને ગુરૂવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરી માટે વીજપુરવઠો સવારે 8 થી બપોરે 4 કલાક સુધી બંધ રહેશે. જેમાં ચિત્રકૂટ ફીડર આવતા નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.