મોરબી : આવતીકાલે તા.૦૩ના રવિવારના રોજ કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી હોસ્પીટલ ફીડર સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. નેહરુ ગેટની આસપાસનો તમામ વિસ્તાર બંધ રહેશે. જેની નોંધ લેવા પીજીવીસીએલની યાદીમાં જણાવાયું છે.