મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે રવિવારે વીજપુરવઠો મેઈન્ટેનન્સ હેતુ બંધ રાખવામાં આવશે. જેમાં માનસધામ-૧,માનસધામ-૨, ગોકુલધામ સોાયટીમાં આવતા તેમજ વિનઆર્ટ ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણમાં સવારે ૭:૦૦ થી ૧૪:૦૦ સુધીવીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.