મોરબી : આવતીકાલે તારીખ 18ના બુધવારના રોજ 66 કેવી લીલાપર સબ સ્ટેશનમાં સમાર કામની કામગીરી તેમજ ફીડર સમાર કામની કામગીરી કરવાની હોઇ પીજીવીસીએલ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી જેલ રોડ ફીડર હેઠળના વિસ્તારમાં સવારે 7થી બપોરના 3 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડરમા આવતા વણકરવાસ,રબારીવાસ,વાલ્મીકી વાસ,વજેપર,ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ,બોરીચા વાસ,ગૌશાળા રોડ,સ્લમ ક્વાટર્સ,કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ,લીલાપર રોડ મફતિયાપરા,મકરાણી વાસ, નીલકમલ સોસાયટી,રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી,સબ જેલ,વાંકાનેર દરવાજા સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.