મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા.૦૭ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.જેમાં સેપલ ઇન્ડ.સવારે ૦૬:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. હિરાણી ઇન્ડ. સવારે ૦૮:૦૦ થી ૦૨:૦૦ વાગ્યે સુધી બંધ રહેશે. મેગા ઈન્ડ. સવારે ૦૮:૦૦ થી ૦૨:૦૦ વાગ્યે સુધી બંધ રહેશે. સોનાફિલ્ડ ઈન્ડ. સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યે સુધી બંધ રહેશે. બેલા એ.જી. સવારે ૦૮:૦૦ થી ૦૨:૦૦ વાગ્યે સુધી બંધ રહેશે.આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), તેમજ ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયુ છે.