મોરબી : મોરબીમાં આવતીકાલે તા. ૦૭ને શુક્રવારનાં રોજ મેઇન્ટેનન્સની કામગીરીને પગલે ત્રાજપર ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ કરવાનું હોય સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.ભડિયાદ ફિડર હેઠળ આવતા સો ઓરડી, માળિયા વનાળીયા, રામદેવનગર, ચામુંડાનગર, ઉમિયાનગર, ગાંધી સોસા., સાયન્સ કોલેજ તથા આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલના ગ્રાહકોને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.