મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ કાલે તા.2ના રોજ અમુક વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.જેમાં ગજાનંદ JGY તથા કૈલાશ ખેતીવાડી તથા બેલા ખેતીવાડી સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક(એચ.ટી), ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.