મોરબી : મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તારીખ 25 ઓક્ટોબર ને બુધવારે મેન્ટેનન્સ હેતુ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.ભરત નગર સબ સ્ટેશનમાંથી નીકળતા અમૃત મેક્સ વર્ડ પોઝિટિવ વિન આર્ટ એફિલ તથા શોભેશ્વર સબ સ્ટેશનમાંથી નીકળતા સીમ્સ ક્રિષ્ના સોમનાથ ઓમેન તથા કાલિકા નગર સબ સ્ટેશનમાંથી નીકળતા આલ્ફા ડોનેટો ગજાનંદ ગેફોન કૈલાશ લેક્ષસ સેજોન શુભ તથા રોલટાસ ફીડર સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે તથા લગધીરપુર સબ સ્ટેશનમાંથી નીકળતા જીએસપીસી ફીડર સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.