મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તા. 21-5-2025ના રોજ GETCO દ્વારા મેઇન્ટનન્સ ની કામગીરી માટે 66 કેવી ખરેડા સબ સ્ટેશનમાંથી નીકળતા રામનગર JGY સવારે 9 થી બપોરે 12 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત 66 કેવી ઘુંટુ રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડર - ઘુટુ JGY, પીપળી JGY, લેન્ઝ ઇન્ડસ્ટ્રીયલ, સિલ્ક ઇન્ડસ્ટ્રીયલ, Vivanta ઇન્ડસ્ટ્રીયલ, સેપલ ઇન્ડસ્ટ્રીયલ, બેલા ખેતીવાડી તથા માંડલ ખેતીવાડી ફીડરસવારે 6:00 થી બપોરે 1:00 કલાક સુધી તથા 66 કેવી ઊંચીમાંડળ સબ સ્ટેશનમાંથી નીકળતા લેવિસ , કેડિલેક, રોજમાળા IND ફીડર સવારે 8:00 થી બપોરે 11:00 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. તેમજ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.