11 કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે 7-30 થી બપોરના 3-30 વાગ્યા સુધી તેમજ 66 કેવી રંગપર- 2 સબ સ્ટેશનમાં ઔદ્યોગિક ફીડર સવારે 8 થી બપોરનાં 5 વાગ્યા સુધી બંધ રહેશેમોરબી: PGVCL દ્વારા આવતીકાલે, બુધવાર, 6 ઓગસ્ટ, 2025 ના રોજ મોરબી શહેર અને ઔદ્યોગિક વિસ્તારોમાં મેન્ટેનન્સ અને નવા કામગીરીને કારણે વીજકાપ રહેશે. મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી કાલીકા પ્લોટ ફીડર આવતીકાલે સવારે 7-30 વાગ્યા થી બપોરના 3-30 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન 12,13,14,15 વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.આ ઉપરાંત 66 કેવી રંગપર- 2 સબ સ્ટેશનમાં ઔદ્યોગિક ફીડર સવારે 8 વાગ્યાથી બપોરનાં 5 વાગ્યા સુધી બંધ રહેશે.જેમાં કેરાળા જેજીવાય, રાજા, એરિકોન, એલિક્સ, શાઇન, લેમિના, વેલજોન બધા ઇન્ડ. ફીડર બંધ રહેશે. તેથી આ ફીડરમાં આવતા હરીપર, કેરાળા ગામ તેમજ સદર ફીડરમાં આવતા તમામ રહેણાંક,વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજકાપ રહેશે.