મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 09/01/2026 ને શુક્રવારના રોજ એટલે કે આજ રોજ એટોમ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે. લખધીરપુર SSમાંથી નીકળતા એટોમ ફીડરમાં બપોરે 3:00 થી સાંજે 6.00 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. જેથી ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.