મોરબી : મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 16/09/2025 ના રોજ કેટલાક વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં ગજાનંદ JGY ફીડર તથા બેલા ખેતીવાડી ફીડર સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.