મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તા. 20-8-2025 બુધવારના રોજ અશ્વમેઘ ઇન્ડ. ફીડરમાં આવતા વિસ્તારમાં મેઇન્ટનન્સ તેમજ નવા ટીસી કામ કરવાની કામગીરી માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ફીડરમાં આવતી સોસાયટી પાટીદાર ટાઉનશીપ તેમજ હાઇવે ઉપર આવતા કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.