મોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે તા.9ને મંગળવારના રોજ વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં અશ્વમેઘ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 8:00થી સાંજે 06:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતી સોસાયટી પાટીદાર ટાઉનશીપ તેમજ હાઇવે ઉપર આવતા કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક(એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.