મોરબી : મોરબી સિટી-2 અને જેતપર સબ ડિવિઝન હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં તા. 9 અને 10 ડિસેમ્બર માટે વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તા.9ના રોજ જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારો 66 KV રંગપર 2 સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી ઇમ્પીરિયમ ફીડર અને 11 કેવી મોનોલીથ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8 થી સાંજના 4 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.તા.10ના રોજ શહેર પેટા-2 વિભાગ હેઠળના સિટી ફીડરમાં આવતા મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટથી ગ્રીન ચોક, સુધીનો વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં સવારે 8 થી સાંજના 4 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ પીજીવીસીએલની યાદીમાં જણાવાયું છે.