મોરબી : જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 15/02/2026 ને રવિવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે અમુક વિસ્તારોમાં વીજકાપ રહેશે. જેમાં 66 કેવી રંગપર 2 સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી મોનોલીથ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર અને ઇમપિરિયલ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર સવારે 9 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.