મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે તા.28ને રવિવારે મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં વિવાન્ટા ફીડર (નવી પીપળી તથા જુની પીપળી ગામ તથા આસપાસનો વિસ્તાર) તથા બેલા ખેતીવાડી ફીડરમાં સવારે 8:00 થી સાંજે 5.00 વાગ્યા સુધી પાવર બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.