મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ કાલે તા.19ને શુક્રવારના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો જેટકોની મેન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. અમૃત અને ટીટેનિયમ ફીડર સવારે 9:00થી સાંજે 06:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.