મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 7 ઓગ્સટ ને બુધવારના રોજ મેઈન્ટેનન્સની કામગીરીના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.બુધવારે ગજાનંદ JGY તથા કૈલાશ ખેતીવાડી સવારે 8-30 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. ઘૂંટુ JGY તથા વુગા JGY તથા માંડલ ખેતીવાડી સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી), ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.