આત્મજ્યોત જેજીવાય, બાથકો જેજીવાય અને કોસ્મો જેજીવાય ફીડર હેઠળના વિસ્તારોમાં વીજકાપ રહેશેમોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 24/12/2025 ને બુધવારના રોજ મેઇન્ટેનન્સ કરવાની કામગીરી હોવાથી આત્મજ્યોત જેજીવાય ફીડર સવારે 9 થી 1, બાથકો જેજીવાય ફીડરમાં બપોરે 1 થી સાંજના 6 અને કોસ્મો જેજીવાય ફીડર સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા ગામો જેવા કે રવાપર નદી, તારાપર, શક્તિનગર, અમરનગર, દાદાશ્રીનગર, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો, ઇન્દિરા નગર, ધર્મ મંગલ સોસાયટી, શિવ પાર્ક, સત્યમ પાર્ક, શીતળા મા વિસ્તાર તેમજ ઉમા વિલેજ સોસાયટી વિસ્તારમાંમાં તેમજ તમામ રહેણાક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.