મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડ વિસ્તારમાં નવી વિજલાઈનની કામગીરીને પગલે આવતીકાલે સવારે 7.30થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે.આવતીકાલે તારીખ 19ને ગુરૂવારના રોજ પીજીવીસીએલ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે 7.30 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી નવીલાઈનકામની કામગીરી માટે બંધ રહેશે. જેથી હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, ગ્રીન લેન્ડ પાર્ક, રાધા પાર્ક, નવા બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર, છાત્રાલય રોડ અને નવયુગ સ્કુલની આજુબાજુનો વિસ્તાર, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વૃંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન -1 થી 3 જેવા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.