મોરબી : મોરબી શહેર પેટા -2 વિભાગ હેઠળ તારીખ 8-3-2025 ને શનિવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી હોવાથી પરશુરામ ફીડરમાં આવતા વિસ્તારમાં વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં પરશુરામ ફીડરમાં આવતા વિસ્તારમાં શ્રીમદ્ સોસાયટી, રાજ સોસાયટી, અનુપમ સોસાયટી, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી વીજકાપ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.