મોરબી : પીજીવીસીએલ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ટેલીકોમ ફીડર તા. 23 ને રવિવારના નવા કામની કામગીરી તેમજ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી સવારે 7:30 થી બપોરના 2:30 વાગ્યા સુધી કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, સરદાર બાગ સહિતના અનેક વિસ્તારમાં વીજ કાપ જાહેર કરાયો છે. મોરબી ટેલિકોમ ફીડરમાં મેઇન્ટેનન્સ કામગીરીને પગલે આવતીકાલે વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં. 1,2,3, ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાનવાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જ આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેની તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવા મોરબી શહેર-1 પેટા વિભાગના નાયબ ઈજનેરએ જણાવ્યું છે.