મોરબી: મોરબી શહેર પેટા-02 વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આવતીકાલે તારીખ 02/06/2026 ને મંગળવારના રોજ ત્રાજપર ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં 02:00 થી 14:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે.જેમાં તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલા પાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદ નગર, મધુરમ, મયુર સોસાયટી વગેરે તેમજ તેની આસપાસના વિસ્તારોમાં નિયત સમય દરમિયાન વીજપુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #MorbiNews #Trajpar #GujaratNews