મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 20/04/2025 ના રોજ વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેથી શોભેશ્વર અને શક્તિ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.