મેન્ટેનન્સની કામગીરીને પગલે તારીખ 14 જૂનના રોજ સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી વિવિધ સોસાયટીઓ અને કોમર્શિયલ કનેક્શનમાં વીજ પુરવઠો ખોરવાશેમોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી આગામી તારીખ 14/06/2026 ને રવિવારના રોજ પીપળી JGY ફીડર તથા બેલા AG ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મોરબી ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઇજનેરની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, મેન્ટેનન્સની કામગીરીને પગલે સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી અને હરિગુણ રેસીડેન્સી વગેરે વિસ્તારોમાં વીજ કાપ રહેશે.વધુમાં, આ ફીડરોમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (HT) વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. તંત્ર દ્વારા જણાવાયું છે કે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે, જેથી આ વિસ્તારના તમામ સંબંધિત ગ્રાહકોએ નોંધ લેવી.#Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #MorbiIndustrialArea #ElectricityUpdate #Mahendranagar #NewsUpdate