અમરાપર જેજીવાય ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી પાવર કટ રહેશે મોરબી અપડેટ : મોરબીના નાની વાવડી પેટા વિભાગ હેઠળ આવતી 11 KV લાઈનમાં ખુલ્લા વાયરની જગ્યાએ આધુનિક MVCC કેબલ નાખવાની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીના ભાગરૂપે આવતીકાલે તારીખ 14/08/2026, શુક્રવારના રોજ વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.જેમાં 11 KV અમરાપર JGY ફીડરમાં આવતા PM આવાસ, મચ્છુ નગર તેમજ દલવાડી સર્કલની આસપાસના વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #NaniVavdi #ElectricityUpdate #MorbiNews #GujaratNews