સવારે 8:30 થી સાંજે 4:30 વાગ્યા સુધી મેઇન્ટેનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 05/08/2026, બુધવારના રોજ વીજ લાઈન અને ફીડર પર જરૂરી મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેને લઈને બાથકો જેજીવાય ફીડર તથા કોસ્મો જેજીવાય ફીડર સવારે 8:30 થી સાંજે 4:30 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળના અમરનગર, દાદાશ્રીનગર, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષોમાં, ઇન્દિરાનગર, ધર્મમંગલ વિસ્તાર, પીપરવાડી વિસ્તાર અને શિવમ હોસ્પિટલ પાછળના વિસ્તારમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક (HT) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #PowerCut #ElectricityMaintenance #Amarnagar #Indiranagar #MorbiNews #GujaratPowerUpdate