મોરબી : મોરબી શહેર પેટા -2 વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે તા.12ને શુક્રવારના રોજ મેન્ટેનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી લખધીરપૂર રોડ, સિરામિક પ્લાઝા 1/2/3, વિશાલ ફર્નિચર, ધર્મગોલ્ડ કોમ્પલેક્ષ, ધર્મ ભક્તિ કોમ્પલેક્ષ, રામકુવા, ગુજરાત જીન, ત્રાજપર ખારી, કુબેર સિનેમા,ભગવતી ચેમ્બર વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ ડેપ્યુટી એન્જી.ની યાદીમાં જણાવાયું છે.