મોરબી : આવતીકાલે તા. 14-9-2025ના રવિવારના રોજ કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી હોસ્પીટલ ફીડરમાં સવારે 9 થી બપોરના 1:30 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ આસપાસના વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમ ડેપ્યુટી એન્જી.ની યાદીમાં જણાવાયું છે.