11 KV વેજલપર ફીડરમાં મેન્ટેનન્સ કામગીરીના કારણે સવારે 8 થી સાંજે 5 સુધી વીજ પુરવઠો રહેશે બંધમોરબી: જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારમાં કાલે તારીખ 09/07/2026, ગુરુવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં 66 KV જેતપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV વેજલપર JGY ફીડરમાં મેન્ટેનન્સની કામગીરીને પગલે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #Jetpar #ElectricityShutdown #PowerCut #MorbiNews #Vejalpar #Maintenance #MorbiUpdate