66 KV રંગપર 2 સબ સ્ટેશન હેઠળ વાયર બદલવાની અને મેઇન્ટેનન્સની કામગીરી કરાશેમોરબી: મોરબીના જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 19/06/2026ને શુક્રવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.જેમાં 66 KV રંગપર 2 સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV ઈમ્પરિયમ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર, મોનોલીથ ઇન્ડસ્ટ્રીઅલ ફીડર અને એશિયા ઇન્ડસ્ટ્રીઅલ ફીડરોમાં સવારે 8:00 વાગ્યાથી સાંજના 17:00 વાગ્યા સુધી વાયર બદલવાની તેમજ લાઇન મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #Jetpar #PowerCut #PGVCL #IndustrialArea #MorbiNews #Maintenance