મોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 3-12-2025 બુધવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરી હોવાથી 11 કેવી ભક્તિનગર જે.જી.વાય., તથા 11 કેવી બાથકો જે.જી.વાય. ફીડરોમાં આવતા વિસ્તારોમાં વિજકાપ રહેશે. 11 કેવી ભક્તિનગર જેજીવાય, તથા 11 કેવી બાથકો જેજીવાય ફીડરોમાં આવતા ગામો જેવા કે ભક્તિનગર, અમરનગર, દાદાશ્રીનગર, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8:00 થી બપોરે 4:00 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.