મોરબી : મોરબીમાં ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 15-9-2025ને સોમવારના રોજ જીલોમ ઇન્ડ. ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણોમાં મેઇન્ટનન્સની કામગીરી માટે સવારે 9 થી સાંજના 5 કલાક દરમિયાન વિજપુરવઠો બંધ રાખવામાં આવશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર, મોરબી ઔદ્યોગિક પેટા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.