મોરબી અપડેટ : મોરબી શહેર પેટા 2 વિભાગના ગોપાલ ફીડર હેઠળના વિસ્તારોમાં તારીખ 29 ઓગસ્ટ ને શનિવારના રોજ વિજપુરવઠો અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જે અંતર્ગત સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી ગોપાલ ફીડર હેઠળના રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસા, શિવમ પાર્ક સોસા, ભારત નગર, અરૂણોદય નગર, મોરબી કોર્ટે, તાલુકા સેવા સદન, જનકલ્યાણ, નગર, અનંત નગર, સરસ્વતી સોસાયટી, હરી પાર્ક, ગીરીરાજ સોસાયટી, વિકાસ ચેમ્બર, કુળદેવી પાન, કડિયા બોર્ડિંગ વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.