અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરીને પગલે સવારે 07:00 થી બપોરે 14:00 વાગ્યા સુધી વીજ કાપ રહેશેમોરબી: મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ આગામી તારીખ 27/06/2026 ને શનિવારના રોજ અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ જરૂરી કામગીરીને કારણે મોરબીના ગોપાલ ફીડર હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં સવારે 07:00 વાગ્યાથી બપોરે 14:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.આ વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ રહેશે:ગોપાલ ફીડર હેઠળ આવતા રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસા, શિવમ પાર્ક સોસા, ભારત નગર, અરૂણોદય નગર, મોરબી કોર્ટે, તાલુકા સેવા સદન, જનકલ્યાણ નગર, અનંત નગર, સરસ્વતી સોસાયટી, હરી પાર્ક, ગીરીરાજ સોસાયટી, વિકાસ ચેમ્બર, કુળદેવી પાન, કળિયા બોડીંગ, વિગેરે વિસ્તાર તથા તેની આસપાસના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiNews #PowerCut #PGVCL #MorbiUpdates #GopalFeeder #ElectricityUpdate