મોરબી : મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ આવતા વિસ્તારોમાં 11 કેવી લાઈન અને અન્ય મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આગામી તારીખ 14/06/2026, રવિવારના રોજ વીજ કાપ રહેશે. પીજીવીસીએલ તંત્ર દ્વારા ગોપાલ ફીડર અને ચિત્રકૂટ ફીડર નીચે આવતા વિસ્તારોના ગ્રાહકોને આ પાવર કાપ અંગે અગાઉથી નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.વીજ કાપનો સમય અને વિસ્તારોની વિગત ગોપાલ ફીડરસમય: સવારે 07:00 થી બપોરે 14:00 વાગ્યા સુધીવિસ્તારો: રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસાયટી, શિવમ પાર્ક સોસાયટી, ભારત નગર, અરૂણોદય નગર, મોરબી કોર્ટ, તાલુકા સેવા સદન, જનકલ્યાણ નગર, અનંત નગર, સરસ્વતી સોસાયટી, હરી પાર્ક, ગીરીરાજ સોસાયટી, વિકાસ ચેમ્બર, કુળદેવી પાન, કળિયા બોડીંગ વગેરે તેમજ આસપાસના વિસ્તારો.ચિત્રકૂટ ફીડરસમય: સવારે 07:00 થી બપોરે 14:30 વાગ્યા સુધીવિસ્તારો: નવી અને જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વગેરે વિસ્તાર અને જૂના ડેલા રોડ, મચ્છી માર્કેટ વાળો રોડ, નવયુગ શો રૂમની બને બાજુ વાળા રોડ, સુપર ટૉકીઝથી રેલ્વે સ્ટેશન વાળો રોડ, ચિત્રકૂટ સિનેમા, કુબેર નગર અને તેની આજુબાજુનો વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારો.તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેઇન્ટેનન્સની કામગીરી વહેલી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વગર વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવશે.#Morbi #MorbiUpdate #PGVCL #PowerCut #MorbiNews #GujaratiNews