મોરબી : મોરબી શહેર પેટા- 2 વિભાગ હેઠળ તારીખ 9 ફેબ્રુઆરી ને રવિવારના ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. સવારે 7-30 થી બપોરે 3-30 સુધી ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારો જેવા કે નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.