સવારે 07:30 થી બપોરના 02:30 વાગ્યા સુધી નવા કામની અને ફીડર સમારકામની કામગીરીના કારણે પાવર સપ્લાય બંધ રહેશેમોરબી : પીજીવીસીએલ (PGVCL) મોરબી શહેર-1 પેટા વિભાગ દ્વારા નવા કામની કામગીરી તેમજ ફીડર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આવતીકાલે તારીખ 18.04.2026 ને શનિવારના રોજ 11 કેવી જેલ રોડ ફીડર હેઠળ આવતા અનેક વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે.પીજીવીસીએલની યાદી મુજબ, આ કામગીરીને પગલે સવારે 07:30 થી બપોરના 02:30 વાગ્યા સુધી 11 કેવી જેલ રોડ ફીડરમાં વીજકાપ રહેશે. જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થશે. જે વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેવાનો છે તેમાં રબારી વાસ, વાલ્મીકી વાસ, વજેપર સહિતનો તમામ વિસ્તાર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ, નગરપાલિકા વોટર વર્કસનું વિજ જોડાણ અને વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે.જેથી આ સમયગાળા દરમિયાન 11 કેવી જેલ રોડ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોને કામગીરીમાં સહકાર આપવા અને વીજકાપની નોંધ લેવા પીજીવીસીએલ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #PGVCL #PowerCut #MorbiCity